મેઘરાજાની મહેરથી ભૂગર્ભજળ વધારનાર ખોખરા ડેમના વધામણાં કર્યા ..

મૂળ વતન ખોખરા અને હાલમાં અંજાર શહેરમાં વસવાટ કરી રહેલ નિવૃત્ત મામલતદાર શ્રી જે.ડી જાડેજા સાહેબ પાસેથી મળેલ માહિતી મુજબ સને ૧૯૬૦મા બાંધવામાં આવેલ ખોખરા નાની સિંચાઇ યોજના મેઘરાજાની મહેરથી છલકાયો અને તેની ખુશી વ્યક્ત કરવા ગામના સરપંચશ્રીની  હાજરીમાં ગામના ટિલાટ તરીકે ઓળખીતા શ્રી જુવાન સિંહ જાડેજા તેમજ હાલના ઉપસરપંચ અને અન્ય જાગ્રત નાગરિકોની હાજરીમાં મા આશાપુરા મંદિરના પુજારી શ્રી નારણગર  હરિગરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ  પૂજા કરીને વધામણાં કર્યા… આ ડેમની ખાસિયત એ છે કે ગમે તેટલો ભરાય પરંતુ રવિ સીઝન ચાલુ થાય એટલે મોટાભાગે ખાલી થઈ જાય છે એટલે હૈયાત કેનાલ નેટવર્ક થી પાણી આપી શકાતું નથી પરંતુ ભૂગર્ભજળ ઊંચા આવી હતા અસંખ્ય બોર સજીવ રહે છે એટલે બારે માસ  પાકો  લઈ શકાય છે આ ડેમમા પાણી ભરાતા આજુબાજુના અનેક ગામોની સીમમાં ભૂગર્ભજળ ઊંચા આવી જાય છે  નર્મદાના નિવૃત્ત ઇજનેરશ્રી પરડવાની યાદીમાં જણાવે છે કે ભારતીય કિસાન સંઘના પ્રદેશ કક્ષાના હોદેદાર શ્રી સામજી ભાઈ મિયાત્રા ના પ્રયત્નોથી સી.એમ. ઓ અને પી એમ ઓ સાથે સંકળાયેલ કચ્છના જ વતની આદરણીયશ્રી દિપક ભાઈ વોરા સાહેબ તેમજ પૂર્વ મંત્રીશ્રી વાસણભાઇ આહિર સાહેબ આ ડેમમા નર્મદાના વધારાના  નીર ભરાય તે માટે આ અગાઉ સઘન પ્રયત્નો કરેલ છે, શ્રી પરડવા ને છેલ્લે મળેલ માહિતી મુજબ નોર્ધન લિંક કેનાલ જેની કરોડો રૂપિયાના ખર્ચે  નાના મોટા ડેમોમા પાઇપ લાઈનો મારફતે નર્મદાના વધારાના નીર ભરવાની કામગીરી કરી રહેલ એલ એન્ડ ટી કંપની આ ખોખરા ડેમમા નર્મદાના નીર ભરવા સર્વે કરીને ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી કરી રહેલ છે , તેમજ હાલના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પણ નોર્ધન લિંક સહિતના અંજાર તાલુકામાં આવતા અન્ય ડેમો  ભરવા  અંગત રસ લઈ રહ્યા છે તેવું શ્રી છગનભાઈ પરડવાની યાદીમાં જણાવ્યું છે , જો નાણાંકિય પ્રશ્ન અવરોધરૂપ બને તેવું જણાય તો કેન્દ્ર સરકાર હસ્તકની  અટલ ભૂગર્ભજળ યોજનાની ગ્રાન્ટ માંથી આ ડેમ મા નર્મદાના નીર ભરવા આયોજન કરવું જોઈએ તેવો શ્રી પરડવાનો પ્રજાલક્ષી અભિપ્રાય આપેલ છે