દાદુપીર રોડ પાસે આવેલ ધુકિ ફળીયાના ચોકમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

> મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ,બોર્ડર રેંજ,ભુજ તથા શ્રી ડો.કરણરાજ વાઘેલા સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજ, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવીરાજસિંહ જાડેજા સાહેબની સુચના મુજબ દારૂ-જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા સારૂ સુચના આપેલ

જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સશ્રી કે.સી.વાઘેલા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ, આજરોજ સર્વેલન્સ ટીમના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. રાજ જેસર નાઓને સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે, દાદુપીર રોડ પર આવેલ કિ ફાળીયામાં આવેલ ચોકમાં ખુલ્લામાં અમુક ઇસમો તીન પતિ નો પૈસાની હાર-જીતનો જુગાર રમતા હોય જે બાતમી અન્વયે ખરાઇ કરી સ્ટાફ સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએથી નીચે મુજબના આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ. પકડાયેલ આરોપીઓ નામ,સરનામુ:-

(૧) ઉમર અબ્દુલ હિંગોરજા ઉવ.૫૦ રહે. સોનાપુરી સલ્ફિયા મસ્જીદની બાજુમાં ભુજ કચ્છ (૨) મામદહુસેન અલિમામદ છડીદાર ઉવ.૫૮ રહે, સંજોગનગરની પાસે જિલાણી નગર ભુજ કચ્છ

(૩) હુશેન મામદ સોતા ઉવ.૬૦ રહે. ખારી નદિ સંજોગનગર ભુજ (૪) ફાતમાબેન મેહમુદ પીંજારા ઉવ.૪૦ રહે. ધુકિ ફળીયુ દાદુપીર રોડ ભુજ કચ્છ

(૫) સકિનાબેન ઉંમર મમણ ઉવ.૫૦ રહે- આંબેડકરવાસ દાદુપીર રોડ ભુજ કચ્છ

(૬) સકિનાબેન ઇસ્માઇલ ત્રાયા ઉવ.૬૦ રહે- જુના રેલ્વે સ્ટેશન બાજુમાં ભુજ કચ્છ (૭) મમતાબેન ઇકબાલ મંગલ ઉવ.૩૫ રહે. ધુકિ ફળીયુ દાદુપીર રોડ ભુજ કચ્છ (૮) જુબિદાબેન અલિમામદ રાયમા ઉવ.૬૫ રહે. ધુકિ ફળીયુ દાદુપીર રોડ ભુજ કચ્છ

કબ્જે કરેલ મુદામાલ (૧) રોકડા રૂપિયા- ૧૧૨૦૦/-

(૨) મોબાઇલ નંગ-૦૪ કિ.રૂા.૬૫૦૦/- (૩) ગંજીપાના નંગ-૫૨ કિ.ગ.૦૦/-

કુલ્લ મુદ્દામાલ કિં.રૂ.૧૭,૭૦૦/- > કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી કે.સી.વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ.

નિલેશભાઈ હરેશભાઈ ભટ્ટ તથા પો.હેડ કોન્સ. મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ.કાનજીભાઇ એચ.ડોડીયા તથા પો.કોન્સ.મહાવીરસિંહ પદુભા જાડેજા તથા પો.કોન્સ. વિજયજી કાનાજી ઠાકોર તથા પો.કોન્સ. રાજ જેસર તથા મહિલા પો.કોન્સ.હેતલબેન.એચ.સુથાર તથા રમીલાબેન.એચ.ચોધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઇને સફળ કામગીરી કરેલ.