નાની રવમાં મિત્રે મિત્રને માર મારી મોતને ઘાટ ઉતાર્યો
રાપર તાલુકાના નાની રવ ગામમાં સામાન્ય બાબતે બે લોકોએ 20 વર્ષીય હેંમતભાઈ પ્રતાપભાઈ મસાલિયા(કોળી)ને માર મારીને તેની હત્યા નીપજાવી દેવાનો બનાવ બનતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામાના જવાહરનગરમાં આવેલી શંકર પ્લાયવુડ કંપનીમાં કામ કરતા હેમંતભાઈ શનિ-રવિની રજા હોવાથી તેમની સાથે કામ કરતા મિત્ર આરોપી કરણભાઈ કાનજીભાઈ અખિયાણી(કોળી)ના ઘરે ગયા હતા. બપોરના 12 વાગ્યાના સમયગાળામાં હેમંત અને આરોપી કરણ વચ્ચે કોઈકારણે બોલાચાલી થઈ હતી. જેથી મૃતક હેમંતભાઈએ આરોપી અને તેમની પત્નીને ગાળો આપી હતી.
આ બાબતનું મન દુ:ખ રાખીને આરોપી કરણ અને અન્ય એક આરોપીએ હેમતંભાઈ પર ધોકાવડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નીપજયું હતું. આ કૃત્યને અંજામ આપીને તહોમતદારો નાસી છુટયા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ આદરી છે.