નગરપાલિકાની સ્થાપનાના 10 માસ બાદ પણ પાયાની સવલતોથી બારડોલી વંચિત

કચ્છના બારડોલીમાં પાયાની સવલતોથી પણ લોકો વંચિત છે. નખત્રાણાના વિકાસની વાતો માત્ર થઈ રહી છે. તે મુજબની કોઈ પણ કામગીરી બારડોલી ખાતે કરાઈ નથી. અહી નગરપાલિકા બન્યાના 10 માસ બાદ પણ લોકો પાયાની સુવિધાઓથી વાંચિત છે. શહેરનું બસ સ્ટેશન તેમજ શૌચાલય ગંદકીથી ઉભરાઇ  રહ્યું છે. ચોકમાં આવેલ શૌચાલય બંદ થતાં લોકો પરેશાનીમાં મુકાયા છે. શહેરમાં કોઈ પણ સાર્વજનિક શૌચાલય પણ ઉપલબ્ધ નથી જેના કારણે બહાર થી આવેલ લોકો પરેશાનીનો શિકાર બની રહ્યા છે.

       નગરપાલિકા બન્યાના દસ માસ બાદ પણ લોકો અનેક સમસ્યાઓથી જઝૂમી રહયા છે. વરસાદી પાણી વથાણમાં ભરાઈ રહયા છે. ટ્રાફિક સમસ્યા, ગટર તેમજ રોડ રસ્તાની કોઈ પણ સુવીધા ઉપલબ્ધ નથી. રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતા નગરપાલિકા દ્વારા કોઈ સમસ્યાના નિરાકરણ બાબતે કોઈ કામગીરી કરાઈ નથી. પાલિકા સ્થપાયા બાદ શહેરનો વિકાસ થસે કે કેમ આવા પ્રશ્નો શહેરીજનો સમક્ષ ઉઠી રહ્યા છે. નગરપાલિકાના પદાધિકારીઓ માત્ર સમય પસાર કરી રહ્યા હોય આવું દ્રશ્યમાન થાય છે. આટલી બધી સમસ્યાઓ હોવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી.