અંજાર યોગેશ્વર ચોકડીથી નાગલપર તરફ જતાં રસ્તા પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતા જાહેરનામાનું ઉલંઘન

copy image

અંજાર ખાતે આવેલા યોગેશ્વર ચોકડી થી નાગલપર તરફ જવાના રસ્તા પર કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ભારે વાહનોને જવા બાબતે મનાઈ હોવા છતાં પણ વાહન ચાલકો તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા જાહેરનામાની નફરમાની થતી જોવા મળી રહી છે. આ રસ્તા પર કેટલીક વખત ટ્રાફિક જામ થતો જોવા મળે છે તેમજ ટ્રાફિક ના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાતા રહે છે. તેવી જ રીતે આજે પણ વધુ એક વખત યોગેશ્વર ચોકડી ટ્રાફિકજામને કારણે કેટલાક સમય સુધી બંધ રહી હતી.

                            ગુરૂપૂર્ણિમાના દિવસે સવારથી જ વાહનોની મોટા પ્રમાણમાં અવર જવર ના કારણે ટ્રાફિક જામ વધી રહ્યો હતો. પરીણામે તમામ રસ્તા પર ભીડ-ભાડ નો માહોલ જોવા મળી રહ્યો હતો. અતી ભારે ગરમી વચ્ચે લોકોને ટ્રાફિકમાં વધુ સમય સુધી રહેવાથી અકળામણ અનુભવાઈ હતી.

                   આ રોડ પર ભૂતકાળમાં ઘણા બધા જીવલેણ અકસ્માતો સર્જાયા હતા અને તેમાં અનેક પરિવારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરિણામે તત્કાલિન કચ્છ કલેક્ટર દ્વારા યોગેશ્વર ચોકડીથી નાગલપર તરફ જતા રસ્તા પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડી તેનો અમલ કરાવવા સૂચના આપવામાં આવેલ હતી. પરંતુ પોલીસ દ્વારા અમુક દિવસો સુધી જ આ જાહેરનામાનું પાલન કરવામાં આવેલ હતું. ત્યાર બાદ સ્થિતિ પહેલા જેવી જ બની રહી હતી. ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ખૂબ પરેશાનીમાં મુકાઈ રહ્યાં છે. જે બાબતે તંત્રએ સજગ બનવાની જરૂર છે.