ભચાઉના રેલ્વે મથકે આધેડે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આજના વ્યસ્ત જીવનમાં આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે એવો જ એક બનાવ ભચાઉ ખાતે બનેલ. ભચાઉ તાલુકાના રેલ્વે સ્ટેશન પર આજ બપોરના અરસામાં શહેરના શ્રમજીવી આધેડની લાશ રેલ્વે પ્લેટફોર્મ નંબર 1 પર લટકેલી હાલતમાં જોવા મળેલ હતી.  ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોચી હતી. ભચાઉ રેલ્વે સ્ટેશન પર બપોરના અરસામાં ઈલેક્ટ્રીક ટ્રેનના વિજ થાંભલા નંબર પર ગળે ફાંસો ખાઈ આધેડે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

પ્રાથમિક તપાસ દરમીયાન 55 વર્ષીય  કેશવજી જાદવજી સુથાર ભચાઉના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. તેઓ

પ્રતાપ ગેટ પાસે ફ્રુટની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ભચાઉ રેલ્વે સ્ટેશન પર જાહેરમાં કોઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા ભચાઉ રેલ્વે સ્ટેશન પર સુરક્ષા તેમજ જાનમાલની બાબતે કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે. કારણ કે જાહેર જગ્યા ઉપર કોઈ ફાંસો ખઈ આપઘાત કરે તે તંત્રની બેદરકારીના પરીણામ છે. તેમજ વધુ એક પ્રશ્ન પણ ઉદભવે કે આધેડ ફાસો ખાતા કોઈની નજરે નઈ ચડ્યા હોય.

                                વધુ તપાસ કરતાં સમાજના આગેવાનો દ્વારા જાણવા મળેલ હતું કે કેશવજીભાઈ મિસ્ત્રી સવારે વોંધ કુટુંબિક ભત્રીજાના મરણ બાદના લૌકીક વ્યવહારએ ગયેલ હતા ત્યાર બાદ  11 વાગ્યા સુધી ભચાઉ શહેરમાં પણ પરત જોવા મળેલ હતા. તેમના સગા સંબંધીઓ તેમજ શહેરમાં થતી ચર્ચા અનુસાર વર્ષો અગાઉ કેશવજીભાઈ મિસ્ત્રી નો એક નાનો પુત્ર પણ ગળે ફાસો ખાઈ મરણ પામ્યો હતો. પિતા અને પુત્રના આવા મોતના બનાવના કારણે તમામ લોકોમાં શોકનો મહોળ સર્જાયો હતો.