નાની રવ યુવાનની હત્યા પ્રકરણમાં બે આરોપીઓની અટકાયત કરાઈ

રાપર તાલુકાના નાની રવ ગામે જવાહરનગરના હેમંત પ્રતાપ મહાલિયા (કોળી) (ઉ.વ. 20)ને બોલાવી બે શખ્સે તેને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાના કેસમાં આરોપી કરણ કાનજી કોળી તથા બાબુ રાણા રાઠોડની પોલીસે ધરપકડ કરી છે પરંતુ હત્યા કેવા કારણોસર થઇ તે હજુ બહાર આવ્યું નથી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.