મેઘપર કુભારડીમાં ફોન ચાર્જિંગમાં મૂકી ફિલ્મ જોતા યુવાનનું વીજ આંચકાથી મોત

copy image

અંજારના મેઘપર કુંભારડીની સોસાયટીમાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકી ફિલ્મ જોતા અરુણ ધનજી મહેશ્વરી (ઉ.વ. 24) નામના યુવાનને શોક લાગતા તેનું મોત નીપજયું હતું. આ બનાવ મેઘપર ગત તા. 1/7ના રાત્રિના ભાગે બનવા પામ્યો હતો. યુવક પોતાના ઘરની છત ઉપર મોબાઈલ ચાર્જિંગમાં મૂકી મોબાઈલમાં ફિલ્મ જોઈ રહ્યો હતો. દરમ્યાન અકસ્માતે તેને વીજ શોક લાગતા સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તેને વધુ સારવાર મળે તે પહેલા આ યુવાને અંતિમ શ્વાસ લીધા હતા.