તંત્રની બેદરકારી : ગાંધીધામના રસ્તાઓ હજુ પણ બંધ હાલતમાં

copy image

  

     ગાંધીધામ ખાતે ભારે વરસાદ વરસી ગયાના પાંચ દિવસ બાદ પણ વરસાદી પાણી તેમજ તૂટેલા રોડથી રસ્તાઓ બંધ હાલતમાં પડી રહેલ છે. ગાંધીધામમાં આવેલ રામબાગ હોસ્પિટલ જવાના માર્ગ સતત વહેતા પાણી અને તુટેલા રોડથી બંધ પડી રહેલ છે, તેમજ ગુરુકુળ વિસ્તારમાં આવેલી રામકૃષ્ણ સ્ટર્લિંગ હોસ્પિટલના મુખ્ય રસ્તાને ગટર સબંધિત કામ અર્થે બ્લોક કરી દેવાયો છે.

      ચક્રવાત તેમજ હાલમાં પડેલ ભારે વરસાદનો સામનો કરેલા ગાંધીધામમાં જો હોસ્પિટલના માર્ગો જ સાંકળા કે બંધ હાલતમાં હોય તો તેની કેટલી ગંભીર પરીસ્થિતિ પેદા થઈ શકે છે. સુધરાઈ અને જવાબદાર વિભાગો દ્વારા લંબાવવામાં આવતા અને સારી ગુણવતાના કામ ન કરાતા આ જ નહી, પરંતુ શહેરના કેટલાક વિસ્તારો આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે.

      ગાંધીધામ ખાતે ભારે વરસાદ વરસી ગયાને પાંચ દિવસ બાદ પણ તેની અસર હાલમાં પણ શહેરમાં દેખાઈ રહી છે. જે બાબતે પ્રશાસન દ્વારા કોઈ ઉચિત પગલાં લેવામાં આવેલ નથી. આટલુ જ નહી નાળા મારફતે જે પાણી સીધુ કિડાણા માર્ગે જઈ શકે છે, તેમાં જમા થયેલ કચરાને તંત્ર નહિ, પરંતુ ખુદ લોકો સાફ કરી રહ્યા હોવાનું નજરે ચડ્યું છે. અનેક સમસ્યાઓના ભોગ બનેલ ગાંધીધામ અંગે પ્રશાસને વહેલી તકે કામગીરી હાથ ધરવાની જરૂર છે.