કંડલામાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી મુદ્દે યુવાનનું અપહરણ કરી માર મરાયો
કંડલાના રેલવે ઝૂંપડા વિસ્તારમાં રહી માછલી વેચતા અબ્દુલ જાકુબ ટાંકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તે ગઇકાલે સાંજે સી રોક પાસે ચા પીવા ગયો હતો જ્યાં હુસેન ઇસ્માઇલ મથડા, અકબર ઇસ્માઇલ મથડા તથા સોઢા તરીકે ઓળખાતો શખ્સ આવ્યા અને અમારી પાસેથી લીધેલા અઢી લાખ ક્યારે આપીશ તેમ કહી ઝઘડો કરી બાઇકમાં તેનું અપહરણ કરીને મીઠા પોર્ટ જૂના કંડલા લઇ ગયા હતા જ્યાં બાવલો ઉર્ફે ઘોડો મથડા, ગની હારૂન મમણ, અબ્દુલગની મમણ, ઇબ્રાહીમ ઇસ્માઇલ મથડા, ઉમર ઉર્ફે શકીલ કારા કટિયા, કાસમ હારૂન મથડાને બોલાવાતાં આ તમામ શખ્સોએ સાથે મળીને માર મારી રૂપિયા આપી દેવા ધમકીઓ આપી હતી. બાદમાં ફરિયાદીને અકબરના ઘરે લઇ જઇ માર મારી કોરા ચેકમાં સહી લઇ તેમાં રૂા. ચાર લાખ રકમ ભરી હતી તેમજ આરોપી તેના ઉપર 10 લાખ માંગતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. રાત્રે ફરિયાદીને કસ્ટમ કચેરી પાસે મૂકી અવાવામાં આવ્યો હતો. પોલીસે આ 9 શખ્સો વિરુદ્ધ જુદી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.