ડગાળા ખાતે ખેતરમાંથી પાણીનું વહેણ કઢાયાની  બાબતે ત્રણ શખ્સનો હુમલો

ડગાળાની સીમ ખાતે બે વર્ષ પહેલા ફરિયાદીનાં ખેતરમાંથી પાણીનું વહેણ આરોપી દ્વારા કાઢવામાં આવેલ હતું. આ વહેણના કારણે ફરિયાદીના ખેતરની જમીનનું ધોવાણ થતાં આ બાબતે ગત દિવસે આરોપીને કહેતાં ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે માર મારી માથામાં તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોચડવામાં આવેલ હોવાની ફરિયાદ વીરમભાઈ ભીખાભાઈ વરચંદ દ્વારા પધ્ધર પોલીસ મથકે નોંધાઈ હતી.

     નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સવારના અરસામાં શામજી કરશન વરચંદ અને તેના પુત્રો લાલજી તથા હરેશ આવેલ હતા. ફરિયાદીએ તેઓને કહ્યું, વરસાદના કારણે બે વર્ષ પહેલા પાણીનું વહેણ બદલી મારા ખેતરમાં રાખેલ હતું. હવે વરસાદના કારણે મારા ખેતરની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. હવે સંતોષ થયો ને…..?આટલું કહેતાં આરોપી ઉશ્કેરાયો અને ત્રણે ફરિયાદીને ધોકા વડે માર મારતાં માથા તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડેલ છે.