પાપીઓનો વધી રહ્યો છે ત્રાસ : કુકમા ખાતે કુદરતી હાજતે ગયેલી યુવતી પર ગુજાર્યો દુષ્કર્મ

copy image

કુકમા ગામમાં ગત દિવસે અડધી રાત્રે કુદરતી હાજતે ગયેલી યુવતી સાથે બે ઈશમોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે નોંધાઇ છે. આ બનાવ બાબતે પદ્ધર પોલીસ મથકે કુકમાની યુવતી દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત દિવસે રાત્રે એકાદ વાગ્યાની આસપાસ તે કુદરતી હાજતે પોતાનાં ઘરની પાછળ ગયેલ  હતી ત્યારે આરોપી અલ્તાફ મામદ બાફણ (રહે. ભુજ) અને અલીમામદ મામદ બાફણ (રહે. કુકમા) ફરિયાદીને પકડીને દૂર લઇ જઇ બળજબરી કરીને ફરિયાદી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. પદ્ધર પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.