ખારી રોહર નજીક ટેન્કરે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો
ખારી રોહર નજીક મચ્છુનગર પાસે ટેન્કરે બાઈકને હડફેટે લેતા બાઇકચાલકનું મોત નીપજયું હતું તો તેમના પત્નીને ઇજાઓ પહોચી હતી. બાળકનો આબાદ બચાવ થયો હતો.
ખારી રોહરમાં રહેનાર હુસેન મામદ તથા તેમના પત્ની રોશનબેન અને દીકરા નાસીર સાથે બાઇક નં. જી.જે. 12 ઇ.આર.-1431 લઇને ખારી રોહરથી ગાંધીધામ જઇ રહ્યા હતા, તે દરમિયાન મચ્છુનગર નજીક વળાંક પાસે પહોંચતા જી.જે. 12 સીટી-2881ના ટેન્કર ચાલકે બાઇકને હડફેટમાં લેતા દંપતી ઘવાયું હતું, જ્યારે બાળકનો બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત દંપતીને પ્રથમ ગાંધીધામ ત્યારબાદ વધુ સારવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન યુવાને ગઇકાલે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે