જરૂના શખ્સે ચાલુ બાઈકે છરી સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પ્રસારીત કરતાં કાયદાના સંકજામા… 

અંજાર તાલુકાના જરૂ ગામના શખ્સે ચાલુ બાઈકમાં છરી સાથે વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરતા કાયદાના સંકજામાં આવી ગયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર બપોરના ચાર વાગ્યાના અરસામાં પોલીસ પેટ્રોલિંગમા હતી, ત્યારે જરૂ ગામમાં મસ્જિદની બાજુમાં રહેતા હનીફ સેનભાઈ ખેબરનો મોટરસાઈકલ ઉપર હાથમાં ખુલ્લી છરી લઈ વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે ગામમાં છાપો મારીને આ શખ્સની ધરપકડ  કરી  હતી. તેમજ હથિયાર હસ્તગત કર્યું હતું.  આ અંગે પોલીસે જાહેરનામાનાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.