પાપીઓનો વધી રહ્યો છે ત્રાસ : ભુજની પરિણીતાને લગ્નની લાલચ આપી ગુજાર્યા દુષ્કર્મ
copy image
ભુજ શહેરની પરિણીતાને લગ્નની લાલચમાં ફસાવી અપહરણ કરી રાજસ્થાન ખાતે હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યાની હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર અબ્દુલગફુર યુસુફખાન પઠાણ નામક યુવકે લગ્ન કરવાની લાલચ આપી, હંગામી આવાસમાં તેમજ અપહરણ કરી રાજસ્થાન ખાતે આવેલા અજમેરના હોટેલના રૂમમાં પરિણીતાની મરજી ન હોવા છતાં બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારેલ હતા. પોલીસે અપહરણ તથા દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.