ભુજ શહેરના આત્મારામ સર્કલથી ગ્રાન્ડ થ્રીડી સુધીનો માર્ગ જર્જરિત હાલતમાં જોવા મળેલ : માર્ગની મરમ્મત કરવાની માંગ ઉઠી

 ભુજ શહેરના આત્મારામ સર્કલથી ગ્રાન્ડ થ્રીડી હોટલ સુધીનો માર્ગ અતિ જર્જરિત હાલતમાં છે. રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે જેના કારણે અક્સમાતની સમસ્યા વધુ રહે છે. તેમજ વાહનચાલકો અને વાહનોને નુકસાન થઇ રહ્યું છે આ માર્ગ પર વધુ ટ્રાફિક થઈ રહી છે.

આ માર્ગમાં સ્મૃતિવનનો પાછળનો ભાગ કે જ્યાંથી જથ્થાબંધ બજાર, એપીએમસી માર્કેટ, સુરલભીટ્ટ મંદિર જવાનો રસ્તો, જીઆઇડીસી જવાનો રસ્તો આવેલ છે. ઉપરાંત પ્રાથમિક શાળા પણ આવેલી છે. વેપારી વર્ગની અવર-જવર સતત ચાલુ  રહે છે. જેથી આ માર્ગનું સમારકામ થવું અતિ આવશ્યક છે. જેની માંગ કરાઈ છે.