ગાંધીધામ તાલુકાનાં ગળપાદર નજીક સાંગ નદીમાં તણાયેલા ચોથા યુવાનની આજે પણ કોઈ ખબર મળી નહી

dead on lake

ગાંધીધામ તાલુકાના ગળપાદર પાસે વરસાદમાં પુલ નજીક બેઠેલા યુવાનો તણાયા હતા, જે  પૈકી ત્રણ યુવાનને તંત્રોએ રેસ્ક્યુ કરીને શોધી લીધા હતા, પરંતુ આકાશ ભરૂસેન ગંગવાર (ઉ.વ. 22) નામના યુવાનની  હજુ સુધી કોઈ ખબર મળી નથી.

ગાંધીધામ ખાતે અતિ ભારે વરસાદ વરસી રહ્યો હતો તે દરમીયાન ગળપાદર પાસે આવેલ સાંગ નદી પર પાણી વહી રહ્યાં હતાં, ત્યારે આ સાંગ નદીના પુલ પર આકાશ ગંગવાર અને તેના મિત્રો પાણી જોવા ગયેલ હતા, તે દરમ્યાન પુલ અચાનક બેસી જતાં નદીનું વહેણ બંધ થતાં પાણીમાં ચારેય મિત્ર તણાવા લાગ્યા હતા, જે પૈકી ત્રણ યુવાનને તંત્રોએ રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ આકાશની હજુ પણ કોઈ ખબર નથી જે અંગે તેના પિતાએ પોલીસ મથકે ગુમ નોંધ કરાવી હતી.