ચેક પરત ફરતા મહીલા આરોપીને એક વર્ષની સજા સાથે રૂ.અઢી લાખ દંડ પેટે ચૂકવવાનો આદેશ આપાયો
ભુજના વિશાલ રસીકલાલ બારમેડા દ્વારા ઉછીના આપેલ અઢી લાખના બદલામાં આપવામાં આવેલો ચેક પરત થતાં મહીલા આરોપી ભુજના નિલમબેન હસમુખભાઇ ઉમરાણિયાને એક વર્ષની સજા સાથે રૂા. અઢી લાખ દંડ પેટે ફરિયાદીને ચૂકવવા આદેશ કરાયો હતો. ભુજના વિશાલ રસીકલાલ બારમેડા દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ હતી.