ભચાઉ ખાતે આવેલ ભરૂડિયા ગામમાં ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત
copy image
ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામ ખાતે ગત દીવસે મંગળવારે બપોરે ન્હાવા ગયેલા યુવકો પૈકી એક યુવાન ડેમના પાણીમાં પડી જતાં તુરંત ફાયર બ્રીગેડની ટીમને બોલાવવામાં આવેલ હતી જેમાં શોધના અંતે યુવાનનું મૃતદેહ મળી આવેલ હતું. મળેલ માહિતી અનુસાર કુલ છ યુવકો ડેમમાં ન્હાવા ગયેલ હતા. જેમાથી ત્રીપાલસિંગ પ્રવિણસિંહ જાડેજા નામના યુવાનનું ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું. હતભાગીના પરિવારમાં શોક સાથે માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનો પણ તુરંત ઘટનાસ્થળે પહોચી આવેલ હતા.