લખપતના ગુનેરીની સીમમાં આગ લાગતાં ઘાસ બળીને રાખ: માલધારીઓ ચિંતિત
copy image
લખપત તાલુકાના ગુનેરી નજીકના સીમાડામાં આગ લાગતાં લગભગ અડધા કિલોમીટર સુધીના વિસ્તારમાં ઊગેલું ઘાસ તેમજ આસપાસના વૃક્ષો સળગી ઊઠ્યા હતા. ઘટના આજે બપોરે બાર વાગ્યાના અરસામાં બનવા પામી હતી. આગ એકથી દોઢ કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી. ઘટના અંગેની જાણ ગુનેરી ગામના હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રાણાજી હાલાજી જાડેજાને થતા તેઓ સહયોગીઑ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાનધ્રો જીએમડીસીના અગ્નિશમન દળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘાસ સળગી જતાં માલધારીઓમાં ચિંતા ફેલાઈ હતી.