ભુજ તાલુકાનાં સુખપર ગામમાં આંગણવાડી પાસે બેસવાની ના પાડતાં મામલો  મારામારી સુધી પહોચ્યો

ભુજ તાલુકાના સુખપર ગામમાં બે વ્યક્તિઓને આંગણવાડી પાસે બેસવાની ના પાડતા મામલો મારામારી સુધી પહોચી વળ્યો હતો. જે બાબતે ફરિયાદી રામજીભાઈ ફકુભાઈ કોલી દ્વારા બન્ને પક્ષના કુલ 14 આરોપીઓ સામેની ફરિયાદ માનકુવા પોલીસ મથકે નોધાઇ છે.

   મળેલ માહિતી અનુસાર સુખપરમાં રહેતા ફરિયાદી રામજીભાઈ ફકુભાઈ કોલીએ ગામનાજ આરોપી 14 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે ફરિયાદીની પત્નીએ આંગણવાડી પાસે બેસવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા ઉશ્કેરાયેલા આરોપીઓએ એક સંપ કરી ભૂંડી ગાળો બોલી ફરિયાદીને સામાન્ય પ્રકારની ઈજાઓ પહોચાડી જાનથી મારી દેવાની ધમકી આપેલ હતી. માનકુવા પોલીસે ગુનેહગારો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.