લખપત ખાતે આવેલ દયાપરથી નાની વિરાણી તરફ જતી કાર બેકાબૂ બનતા સર્જાયું અકસ્માત : સદભાગ્યે કોઈ જાનહાની નહી
copy image
લખપત ખાતે આવેલ દયાપરથી નાની વિરાણી બાજુ જતી કાર અચાનક બેકાબૂ બનતા બાવળની ઝાડીમાં ઘુસી ગયેલ હતી. બનેલ ઘટનામાં માતાના મઢના ત્રણ યુવકો કાર અંદર ફસાઈ ગયેલ હતા. ફસાયેલા યુવકોને બહાર કાઢવા પસાર થતા લોકોએ સાથે મળી ભારે જહેમત ઉઠાવી તેઓને બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ 108 મારફતે સારવાર અંગે દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં મદદરૂપ બન્યા હતા. જ્યાં એક યુવકનો પગ સાથળ પાસેથી ભાંગી ગયા હોવાની ગંભીર ઇજા સાથે વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે બહોળી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે આવી પહોચ્યા હતા. ઘાયલ યુવકો પૈકી એક ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળેલ હતું.