તંત્ર બની ગયું છે કુંભ કર્ણ કચ્છના ચેરાવાંઢમાં છેલ્લા 21 દીવસથી વીજળી બંધ છતાં કોઈ કામગીરી નહી
copy image
કચ્છ ખાતે આવેલ સૂરજબારી ચેરાવાઢમાં કે જ્યાં સૂર્યનું પહેલું કિરણ પડે છે ત્યાં છેલ્લા 21 દિવસથી લાઇટનો આભાવ છે. લોકો છેલ્લા 21 દીવસથી લાઇટ વગર દીવસો પસાર કરી રહ્યા છે છતા પણ વીજતંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.
બિપોરઝોય વાવાઝોડા બાદ પીજીવીસીએલની ટીમે પોતાની જવાબદારી ન નિભાવતા ગ્રામજનો પોતે જ થાંભલા ઉભા કરેલ છે પરંતુ જોડાણના અભાવના કારણે છેલ્લા 21 દીવાસથી રાત પડતાની સાથે અંધારપટ છવાઇ જાય છે.
લોકો દ્વારા મળેલ માહિતી અનુસાર વીજ કંપનીના અધિકારીઓ ગામમાં આંટો મારીને કાલે પોલ ઉભા કરવા ટુકડી આવી જશે તેમ તેમ બહાના બતાવી ચાલ્યા જાય છે પરંતુ કોઈ આવતું નથી. પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતા આવા વર્તાવથી ત્રાસી ગ્રામજનો જાતે જીવના જોખમે પોલ ઉભા કરવાનું નક્કી કરે પોલ ઊભા કરેલ છે પરંતુ વીજળીનું જોડાણ વીજતંત્ર દ્વારા જ આપવાનું હોતાં બેબાશ્બ બની વીજળી ક્યારે આવશે તેની રાહ જોઇ રહ્યા છે. પૂર્વ સરપંચશ્રી દ્વારા જાણવા મળેલ કે ગામમાં પ્રાથમીક સુવિધાનું પણ ખાલી નામ માત્ર છે.
ઉપરોક્ત હકીકત પરથી તંત્ર ગાઢ નિંદ્રામાં હોઈ આવું જણાઈ રહ્યું છે.