એમબીબીએસના અભ્યાસ માટે અદાણી મેડિકલ કોલેજમાં આવેલ અમદાવાદની યુવતીએ હોસ્ટેલમાં આપઘાત કરતાં ચકચાર
અદાણી મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અમદાવાદની યુવતીએ સવારે પોતાના રૂમમાં જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. અમદાવાદની યુવતીએ ઉઠાવેલ આ કદમથી સૌ આશ્ચર્યમાં પડી ગયેલ છે. આ બનાવ અંગેનું રહસ્ય હોસ્ટેલની ચાર દીવાર વચ્ચે જ કેદ બની રહી ગયું.
મૂળ અમદાવાદના રહેવાસી અને હાલમાં જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે આવેલ અદાણી મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એમબીબીએસના અભ્યાસ માટે આવેલી 21 વર્ષીય દેવાંગી મયુરભાઈ પટેલે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ગત દીવસે સવારે 7.30 કલાકના અરસામાં તે રૂમમાં હતી તેમજ 8 થી 11 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોય એવી માન્યતાઓ કરવામાં આવે રહેલ છે. અગમ્ય કારણોસર યુવતીએ પોતાના રૂમમાં પંખા પર દુપટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જણાઈ રહ્યું છે.
મળેલ માહિતી અનુસાર દેવાંગી માનસિક તણાવ તેમજ ચિંતા જેવા લક્ષણોથી ઝઝૂમી રહી હતી જેના પરીણામે સાયકિયાટ્રીસની મુલાકાત પણ લેધેલ હતી. પ્રાથમિક તપાસ દરમીયાન માનસીક તણાવ તેમજ ચિંતામાં આવી જીવનનું છેલ્લું પગલું ભર્યું હોવાનું સામે આવેલ છે. પરંતુ બનાવે રહસ્યો સર્જ્યા છે. આશ્ચર્યમાં મૂકે તેવી બાબત છે કે ગત દિવસે દિવસભરમાં હોસ્ટેલના કોઈ વિદ્યાર્થીઓ પણ બહાર નીકળ્યા ન હતા.
મળતી માહિતી અનુસાર સવારે 11 વાગ્યાના અરસામાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓનો અવાજ આવતા સીક્યુરિટી ઓફિસર મુલચંદભાઇ તુરંત જ દોડીને રૂમ પાસે ગયેલ હતા દરવાજો ખોલવાનો પ્રયાસ કરાયો પણ દરવાજો ન ખૂલતાં કાચની બારી તોડીને જોયું તો, પંખામાં યુવતીનો મૃતદેહ દેહ લટકતો જોવા મળ્યો હતો. તાત્કાલિક ડીનને જાણ કરી પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે આ બનાવ અંગે વધુ તપસ હાથ ધરી છે.