અંજાર ખાતે આવેલ રિવેરા ફાર્મમાં પ્લમ્બરનું કામ કરતા યુવકનું બીજા માળેથી પટકાતાં મોત નીપજયું

body

copy image

અંજાર ખાતે આવેલા વિજયનગરનો રહેવાસી તેમજ રીવેરા ફાર્મમાં પ્લમ્બરનું કામ કરતો મીત અજયભાઈ ઠક્કર નામક 25 વર્ષીય યુવાનનું બીજા માળેથી નીચે પટકાતાં મોત નીપજયું હતું.
મળેલ માહીતી અનુસાર યુવાન આજે અંજાર તાલુકાનાં સાપેડા ગામ નજીક આવેલ રેવેરા ફાર્મમાં પ્લમ્બરનું કામ કરી રહ્યો હતો તે દરમીયાન બીજા માળેથી પટકાતાં ગંભીર ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તુરંત સારવાર અર્થે આદિપુરની ડિવાઇન લાઈફ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજયું હતું.
પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલવામાં આવેલ છે. તેમજ ઘટના અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.