ખારેકના મામલામાં ખેડૂતો નીરાશામાં

સવા ચાર સદી જેટલો જૂનો ઇતિહાસ ધરાવતી કચ્છની ખારેક દેશ-દુનિયામાં પ્રાચાલિત છે. પરંતુ, ચાલુ વર્ષે બિપોરજોય વાવાઝોડાં પાસો ફેરવી નાખેલ છે. બિપોર્ઝોયના તોફાની  પવન તેમજ વરસાદના રૂપમાં કુદરતે વરસાવેલ કહેરથી ખારેક નામ માત્ર રહી ગયેલ છે. મુન્દ્રામાં કેટલાક સ્થાન પર મૂળ સહિત ખારેકના વૃક્ષો ઊખડી ગયા, તેમજ અમુક જગ્યાએ ખારેક ફાટી ગઈ હોવાની બાબત સામે આવી છે. પરીણામે ફાલ ઓછો હાથમાં બચ્યો હોવાથી ફળના બજારમાં ભાવ સારા મળશે, પરંતુ નોંધનીય બાબત છે કે મોસમની મીઠી કમાણીના કિસાનોના સપના પર કુદરતના પ્રકોપે પાણી ફેરવી દીધું છે.

    ચાલુ વર્ષે ખારેક ખેડૂતોને બારમાસનો રોટલો તો રળી નહીં જ આપે. તેવું દેખાઈ રહ્યું છે. ખારેકમાં  આ વર્ષે આંકડા વગરનું નુકસાન નોંધાઈ રહ્યું છે. ઉત્પાદન ઓછું થવાથી આ વાતાવરણમાં  કિસાનો કેવો  કારોબાર કરી સકશે તેનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ જણાઈ રહ્યું છે. કચ્છ ખાતે 45 હજાર એકરથી વધુ જમીન પર ખારેકની ખેતી થઇ છે, પરંતુ બિપોર્ઝોય વાવાઝોડાએ વરસાવેલ પ્રકોપના પરીણામે ખેડૂતોને કમરતોડ ફટકો પડ્યો છે. મળેલ માહિતી મુજબ બારહી તરીકે જાણીતી ખારેકને વાવાઝોડાંથી માંડ 10% નુકસાન થયું હોવાથી ખેડૂતો માટે વરસાદ ન થવાની શરતે કમાણી માટે ઉજળી સ્થિતિ બને શકે છે.

      બાંગલાદેશની સરકારે ડયુટીમાં વધારો કરતાં પરીણામી વેપાર ઘટશે. આ બદલાતા મોસમમાં દરરોજની 400થી 500 ટન જેટલી ખારેક બાંગલાદેશ જાય છે, પરંતુ પાડોશી દેશની સરકારે   ખારેકની આયાત પર ડયૂટી પ્રતિ એક કિલોગ્રામ 15માંથી વધારીને સીધી 70 રૂપિયા કરી નાખેલ છે. જેના કારણે ત્યાંના વેપારી સમુદાયમાં વિરોધ તેમજ નારાજગી ફેલાઇ છે. બાંગલાદેશના વેપારીઓ બારહી ખારેક કચ્છમાંથી ખરીદશે, પરંતુ ડયૂટી વધારવાના હિસાબે ખરીદીમાં ઘટાડો થસે જેના પરીણામ સ્વરૂપ કિસાનોની કમાણીમાં ઘટાડો થસે.

    સવા ચારસો વર્ષ જૂના ખારેકની ખેતીના વારસાને આજેય ટકાવી બેઠેલા વડીલો, પૂર્વજોની જન્મભૂમિ ધ્રબના પીઢ કિસાનો દ્વારા જાણવા મળેલ કે પ્રથમ બિપોર્ઝોયના કારણે ભારે નુકશાન થયેલ ઉપરાંત હાલમાં વરસાદ ખેડૂતોનો વેરી બની રહ્યો છે. જેના પરીણામે ખારેકના ફાલને ખૂબ ભારે પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. મળેલ માહીતી અનુસાર જો આગામી 10 દીવસ વરસાદ ન થાય તો જ બે-પાંચ ટકા બચેલી દેશી ખારેકમાંથી ખેડૂતો થોડી એવી કમાણી કરી શકશે. બાંગલાદેશી વેપારીઓ કચ્છમાં ઉતરી ખારેકના બગીચાઓ પસંદ કરવામાં લાગી ગયેલ છે.

                     આવનાર અમૂક દિવસોમાં જો વરસાદ ન પડે તો બારહી ખેડૂતોને સારી કમાણી કરવી શકે એવી આશા બંધાઈ રહી છે.