ભુજ તેમજ મીરજાપરમાંથી બુલેટ અને બાઈક ચોરનાર બે ઈશમો પકડાયા
ભુજ ખાતે આવેલ ડીમાર્ટ, ક્રોમા સેન્ટર તેમજ મીરજાપર ગામમાંથી એક બુલેટ અને ત્રણ બાઈકની તશ્કરી કરનાર બે ઈશમોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે એક બુલેટ અને ત્રણ બાઈક ચોરી થયાની ફરિયાદ નોધાઇ હતી. મળેલ બાતમીને આધારે ડીમાર્ટ નજીકથી ચોરાયેલા બુલેટ સાથે નૂરાની હોટલ નજીકથી બે શખ્શોને પોલીસે ઝડપી પડ્યા હતા. વધુ પૂછતાછ કરતાં એક બાઈક અને મીરજાપર ગામમાંથી બે બાઈક ચોરી કર્યા હોવાની બંને આરોપીઓએ કબુલાત આપી હતી. પોલીસે બુલેટ અને ત્રણ બાઈક મળી કુલ રૂપિયા 1.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચોરીના ચાર ગુનાનો ભેદ શોધી કાઢ્યો હતો.