ભુજના બિલ્ડર પાસે 30 લાખની ખંડણી માગનારા વકીલ સામે ફરીયાદ નોંધાઈ

copy image

માંડવી તાલુકા ખાતે આવેલ મસ્કા ગામે રિયલ એસ્ટેટના પ્રોજેકટમાં ખોટી અરજી કરી ત્રાસ આપી મામલો રફા-દફા કરવા માટે રૂ.30 લાખની ખંડણીને માંગણી કરનાર ચકચારી કેસમાં 2 માસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.

ભુજના બિલ્ડર ચાર્મિન વિજયભાઈ શાહે આરોપી એડવોકેટ જયદીપ મેવાલાલ કનોજીયા સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર, ફરિયાદીની મસ્કા ખાતે 8 એકર જમીન આવેલી છે જેમાં ભુજના બિલ્ડર ફારૂક આદમભાઈ ચાકી સાથે પાર્ટનરશીપમાં રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કરેલ છે.

         આરોપી છેલ્લાં એક વર્ષથી આ પ્રોજેક્ટ દબાણવાળી જગ્યા પર આકાર પામી રહ્યો હોવા સંદર્ભે વિવિધ તંત્રોમાં આરટીઆઈ કરી માહિતી મેળવી અરજીઓ કરેલ હતી. અરજીઓ બંધ થાય તે માટે ચાર્મિન શાહ તેને કૉર્ટમાં મળવા ગયેલ ત્યારે 24 એપ્રિલના આરોપીએ અરજી કરવાનું બંધ કરી તેના બદલ 30 લાખ રૂપિયાની માંગણી કરેલ હતી. ફરિયાદીએ કરેલ વાર્તાલાપનું ફોનમાં વાતચીતનું રેકોર્ડીંગ કરી લીધું હતું. આ રેકોર્ડીંગના આધારે 1 મે ના વકીલ કનોજીયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા બાબતે અરજી કરી હતી. બનાવ અંગેની તપાસ કર્યાં પછી પોલીસે ગુરુવારે ફરિયાદ દાખલ કરેલ છે.

            બનાવ અંગે વધુ તપાસ કરતાં પોલીસે કૉર્ટમાંથી સીસીટીવી ફૂટેજ ચેક કરાવેલ હતી .આરોપીનો મદદકાર સરકારી વકીલના જુનિયર તરીકે કામ કરતો હોવાની બાબત સામે આવેલ છે.