મુંદ્રા ખાતે વેપારી અને પ્રબુદ્ધ સંમેલન યોજવામાં આવ્યો

 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નવ વર્ષ સેવા સુશાસન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મુંદરા ખાતે વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવેલ હતું. જે સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા સેલના કન્વીનર દ્વારા સરકારની વિવિધ લોકોપયોગી યોજનાઓ તેમજ સિદ્ધિઓ વિશે માહિતી અપાઈ હતી. જેમાં જણાવેલ કે, વેપારીઓ દેશની તાકાત છે. તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઇ ગઢવી, નગરપતિ કિશોરસિંહ પરમાર, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ સંગારે નવ વર્ષના સુશાસન અંગે માહીતી આપેલ હતી. આ સમયે માંડવી તાલુકાના પં. પ્રમુખ નીલેશભાઇ ગઢવી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન કેશવજી રોશિયા, દિલીપ ગોર, સંજય ઠક્કર, ભૂપેન્દ્ર મહેતા, કરણ મહેતા, સંજય સોની, ભાવેશ માલી, રાહુલ જાની, કરશન ગઢવી, પાર્થ ઠક્કર, રાજુ સત્યમ, ચંદ્રિકાબેન પાટીદાર, પ્રજ્ઞાબેન પીઠડિયા, બીનાબેન ગોર, ધારાબેન ગોર, જયાબેન જોષી, મોહિનીબેન ચૂડાસમા, ડો. એમ. આર. ઝાલા વગેરે હાજર રહ્યા હતા.