જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોની મહેનતને કારણે માતાને નવું જીવન મળ્યું
copy image
ભુજ ખાતે આવેલ જી.કે. જનરલ હોસ્પિટલમાં ૨૩ વર્ષીય મહીલાએ પોતાની નાજૂક હાલત વચ્ચે પણ જી.કે. જનરલ હોસ્પિટલ માં જ પ્રસૂતિ કરાવવા માટે દર્શાવેલી દ્રઢ તેમજ મજબૂત માનસિકતા અને તબીબોની મહેનતને કારણે માતાને નવું જીવન મળ્યું.
જી.કે. જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.પ્રફુલ્લા કોટક અને ડો.વિનોદ મકવાણા તથા ડો.પ્રતીક્ષા વંશબેડીયા દ્વારા ઓપરેશન બાદ જાણવા મળેલ હતુ કે, મોટા ધાવડા ગામના ઊર્મિબેન 8 મહિને ચેકઅપ માટે આવેલ હતા ત્યારે સોનોગ્રાફી કરાવતા પેટમાં રહેલું બાળક પણ અડધા માથા સાથે ખોડ ખાંપણવાળું હોવાનું સામે આવ્યું હતું. જેને તબીબી જગતમાં અસાધારણ ગણાય છે. એક લાખ પ્રસુતિઓ માં એક આવો કેસ જોવા મળે છે.
તબીબો દ્વારા ગર્ભસ્થ માતાને વધુ પ્લેટલેટસ રિચ પ્લાઝમા આપવામાં આવેલ હતા, જેના પરિણામ સકારાત્મક મળતાં સફળ ડિલિવરી થઈ શકી. જો કે, બાળક ડિલિવરી વખતે માતાના ગર્ભમાં જ મૃત્યુ પામેલ હતું, પરંતુ માતાનો જીવ બચી ગયો હતો અને તેમને નવજીવન મળ્યું હતું.