કચ્છ જિલ્લામાં વરસાદને સાથો સાથ રોગચાળો ઉમટ્યો : 6 મહિનામાં મેલેરિયાના 75 તેમજ ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા

              કચ્છ જિલ્લામાં વરસાદની સાથો સાથ મચ્છરજન્ય રોગચાળો પણ ઉમટી પડ્યો છે જેમાં ખાસ કરીને નાના બાળકોને તાવ, ઠંડી લાગવા સહિતના લક્ષણો સામે આવી રહ્યા છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં જ કચ્છમાં મેલેરિયાના 75 કેસ નોંધાઈ ચૂક્યા છે હાલમાં ચાલી રહેલ વરસાદી વાતાવરણમાં રોગચાળો વધવાનો ભય છે તેથી લોકો બીમારીથી બચવા માટે સાવચેત બને તે જરૂરી બાબત છે.

              વરસાદ વરસ્યા બાદ ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી મચ્છરોની સંખ્યામાં ભારે પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે પરીણામે બીમારીનો પ્રસરાવ વધી જાય છે આરોગ્ય વિભાગ દ્વારા બળેલા ઓઇલનો છટકાવ કરવા સાથે દવા છાંટવામાં આવી રહી છે.

              જિલ્લા આરોગ્ય તંત્રની ટીમો દ્વારા સર્વે કરી પાણીના ટાંકાઓમાં દવા છાંટવાની પ્રક્રીયા કરવામાં આવેલ આવી હતી તંત્ર દ્વારા રોગચાળો અટકાવવા કામગીરી થઈ રહી છે જેના કારણે તેના પર મહદઅંશે કાબૂ મેળવી શકાય છે પણ તેની સાથો સાથ લોકો પણ સાવચેતી રાખે તે આવશ્યક બાબત છે.

       જિલ્લા આરોગ્યતંત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, કચ્છ જિલ્લામાં જૂન મહિનાના અંત સુધીમાં સાદા મેલેરિયાના 75 કેસ તેમજ ઝેરી મેલેરિયાના 18 કેસ સામે આવેલ છે જ્યારે 11 દર્દીઓ ડેન્ગ્યુ તેમજ 4 વ્યક્તિઓ ચિકનગુનિયાના સંક્રમણનો શિકાર બન્યા હતા