વરસામેડીના એક મકાનમાથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતી અંજાર પોલીસ  

copy image

                    અંજારની સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલ ઇન્ડિયા કોલોનીમાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો  ઉતારવામાં આવેલ છે. બાતમીના આધારે દરોડો પાડી પોલીસે બ્લોક નંબર 9, રૂમ નંબર બી-11માથી વિદેશી દારૂના જથ્થા સહિત બે ઈશમોની ધરપકડ કરી હતી. મકાનના પાછળના રૂમમાં તલાશી લેતાં વીદેશી દારૂની પેટીઓ મળી આવેલ હતી. જેમાં કુલ 192 બોટલ જેની કુલ કિંમત રૂ. 72,750નો વિદેશી દારૂનો જથ્થો તથા એક મોબાઇલ સહિત કુલ 77,750નો મુદ્દામાલ કબઝે કરેલ છે. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ 65(એ)(ઈ), 116(બી)અને 81 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.