લખપતના લોકો સમસ્યાઓથી ત્રાહિમામ : દયાપર મામલતદાર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં કરાઈ રજૂઆત

                            હર હમેશ પ્રાંત કચેરીમાં યોજાતી સંકલનની મીટિંગ આજે દયાપર મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવેલ  હતી. જે દરમીયાન પાણી સહિતના કેટલાક પ્રશ્નોની  ઉગ્ર રજૂઆત કરાઈ હતી. તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ હાજી સુલેમાન પઢિયાર દ્વારા પાનધ્રો પ્રોજેકટનું કેમિકલવાળું પાણી ખારી નદીમાં છોડાતું હોવાની રજુઆત કરાઈ હતી.  ખીરસરા સમ્પમાં કલોરિનેશન થઈ રહ્યું છે, જેનું પરિણામ અહીં પહોંચતાં 0 માત્ર થઈ રહે છે, પાણી પુરવઠા હસ્તકના સમ્પની સફાઇ કરવા બાબતે તેમજ વાલ્વ રિપેરિંગ કરવા અંગેની રજુઆત કરવામાં આવેલ હતી.  

                     શાળાઓમાં 480ની સામે 88 શિક્ષકોની ઘટ છે, 100 ગામડા સામે 18 તલાટી જ માત્ર ઉપલબ્ધ છે, પરંતુ તેમા પણ 6 તલાટી વહીવટદારના ચાર્જમાં વ્યસ્ત છે, આ ઘટ તાત્કાલિક પૂરી કરવા અંગે અપીલ કરાઈ હતી. નરેડી, મુડિયા, કાંટયો, બુધા, બરંદા વેગેરેના 50 જેટલા વિદ્યાર્થીઓ વર્માનગર અભ્યાસ માટે જાય છે. તેઓને બસ સુવિધા ઉપલ્બ્ધ કરવા, નાણાપંચ ગ્રાન્ટમાં મંજૂર થયેલા રોડાસર, પીપર પંચાયત ભવન જેનું આજ સુધી કામ શરૂ થયેલ નથી. ડેમોમાં સ્લૂઝ વાલ્વ રિપેરિંગ કરવા બાબતે પણ મીટિંગ દરમીયાન રજૂઆત કરવામાં હતી. યોજાયેલ બેઠકમાં મામલતદાર એ.એસ. હાશ્મી, પાણી પુરવઠા બોર્ડના નાયબ ઇજનેર  સુધાકર, પીજીવીસીએલના નાયબ ઇજનેર શ્રી જેઠવા, આરોગ્ય વિભાગના ડો. લોન્દ્રા વિગેરે લોકોની હાજરી નોધાઈ હતી