મુંદરા ખાતે આવેલા મોખા ટોલગેટ પાસે કાર અને કન્ટેનર ટકરાતાં સર્જાયું અક્સમાત : એકનું મોત

copy image

મુંદરાના મોખા ટોલનાકા નજીક કારે અજાણ્યા કન્ટેનરને પાછળથી ટક્કર મારતાં કમકમાટી ભર્યું અક્સમાત સર્જાયું હતું જેમાં રવાભાઈ હરિભાઈ પરમાર નામક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોચતા મોત નીપજયું હતું.

નોંધાયેલી ફરિયાદ અનુસાર, મહેશભાઈ અરજણભાઈ પરમાર પોતાની કાર પૂરઝડપે ચલાવી રહ્યા હતા તે દરમીયાન કાર આગળ જતા કન્ટેનર સાથે અથડાઈ હતી,  જેમાં ચાલક તેમજ ગાડીમાં સવાર બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોચી હતી, જ્યારે રવાભાઈને માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મોત નીપજયું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.