રાપર તાલુકાનાં ખીરઇની વાડીમાં જમીનમાં દાટેલા 33 હજારના વાયરની તસ્કરી આચરાઈ
copy image
રાપર ખાતે ખીરઇમાં એક વાડીમાથી જમીનમાં દાટેલા રૂા. 33,600ના વાયરની તસ્કરી આચરાઈ રાપરના ચિત્રોડ બીટ ખાતે ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા લાલુભા મુરાજી જાડેજાની ખીરઇ ગામની સીમમાં વડીલોપાર્જિત વાડી આવેલ છે. વાડી માટે ફરિયાદીએ એકાદ માસ અગાઉ રાપરથી વાયરની ખરીદી કરેલ હતી અને બોર્ડથી બોરવેલ સુધી આ વાયર લગાવી તેને જમીનમાં દાટી દેવામાં આવેલ હતો. ગત તારીખ 5-7ના જતાં વાયર ગુમ થયેલ હોવાનું સામે આવેલ હતું.
જમીનમાથી 70 મીટર 33,600ની કિંમતનો વાયર કાઢી અને બંને છેડેથી કાપી તસ્કરી કરી તસ્કરો નાશી છૂટ્યા હતા. આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.