પાપીઓની હીમતમાં થઈ રહ્યો છે વધારો : બીભત્સ ફોટા દ્વારા બ્લેકમેઈલ કરી કિશોરી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યા

copy image

  અબડાસાના એક ગામમાં ગામના જ આરોપીએ બીભત્સ ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી કિશોરીને બ્લેકમેઈલ કરે તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો સંઘીન મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો.

       નોંધાયેલ ફરિયાદ અનુસાર, ભોગ બનનારી કિશોરી એક અઠવાડિયા પહેલાં જ્યારે ઘરે હતી ત્યારે એકલતાનો લાભ લઈ આરોપી તેના ઘરે ગયેલ હતો. ત્યાર બાદ તેની સાથે ફોટો પાડી વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી તેની સાથે કિશોરીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બીભત્સ ફોટો પાડેલ હતા, જે વાયરલ કરવાની ધમકી આપીને બ્લેક મેઈલ કરી ભોગ બનનારની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યા હતા ઘટના બાદ આરોપીએ કિશોરીને મોઢું ન ખોલવા અને જો તેમ કરશે તો સમાજમાં બદનામ કરવાની સાથે તેના ભાઈને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જેની ફરીયાદ નલીયા પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે બળાત્કારનો  ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે