વધુ એક ભ્રષ્ટાચારીનો ચહેરો સામે આવ્યો : ભુજમાં પા.પુ.ના સિનિ.ક્લાર્ક 2500ની રિસ્વત લેતા ઝડપાયા

copy image

       ભ્રષ્ટાચારીઓની સંખ્યામાં વધારા સાથે જ વધુ એકનો ભેદ ખૂલ્યો છે. ફરિયાદીએ નિવૃત્તિ પછીના લાભ મેળવવાની કાયદેસરની વહીવટી પ્રક્રિયા બાબતે કચેરીના સિનિ. કલાર્ક શકીલને જણાવતાં કલાર્કે કામગીરી કરવા બદલ 2500 રૂપિયાની લાંચની માગણી કરી હતી. આ અંગે ફરિયાદી લાંચ આપવા માટે તૈયાર ન હોવાથી તેમણે ભુજ ખાતેની એસીબી કચેરીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપીને રંગેહાથ ઝડપી પાડવા માટે યોજના ઘડવામાં આવી હતી. નિવૃત્ત થયેલા કર્મચારી જી.કે.જનરલ હોસ્પિટલ સામે આવેલી મુખ્ય ઈજનેરની કચેરીમાં આરોપીને લાંચ આપતા હતા તે સમયે અગાઉથી ગોઠવાયેલી એસીબીની ટીમ ત્યાં પહોંચી ગયેલ હતી તે સમય દરમીયાન અધિકારીને લાંચ લેતા  ઝડપી પાડ્યો હતો . લાંચ વિરોધી આ કામગીરી કરવામાં પોલીસ ઈન્સ્પેક્ટર પી.એચ. મકવાણા, જ્યારે સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક કે.એચ. ગોહીલ સહિતની ટીમ જોડાઈ હતી.