ગાંધીધામની વચલી બજારની ત્રણ દુકાનો વિકરાળઆગની લપેટમાં દોડધામ મચ્ચ ફાયર ફાઇટર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા કોશિશ જારી
ગાંધીધામ મેન માર્કેટ. વચલી બજાર બેકરી ની બાજુમાં આવેલી લક્ષ્મણ ફેન્સી સ્ટોર, ગોવિંદ સ્ટોર અને લાજવાબ સ્ટોરમાં આજે વહેલી સવારે આગ ભભુકી હતી અને જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આગમાં 6 દુકાનો લપેટમાં આવી હતી. આગ કાબુમાં લેવા ફાયર ફાઇટર ટિમો કોશિશ કરી રહી છે. કયા કારણોસર આગ લાગી એ હવે બહાર આવશે પણ સદ્દ ભાગ્યે વહેલી સવારે બનાવ બનતા મોટી દુર્ઘટના ટળી હતી. કારણકે વિશાળ પરંતુ સાંકડી આ બજારમાં મોડે સુધી ભીડ રહેતી હોય છે.

