ભુજ શહેરના હ્રદય સમાન હમીરસર તળાવ ઓગની જતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો  

copy image

ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ બિપરજોય વાવાઝોડા દરમીયાન થયેલ અતિભારે વરસાદમાં જ ઓગનવાને સમીપ હતું. જે આખરે છેલ્લા બે દિવસમાં પડેલ વરસાદમાં ઓગની ગયેલ છે. છેલ્લા બે દિવસોમાં 4 ઈંચની મેઘ કૃપા થતાં ગત દિવસે સવારે 11.31ના અરસામાં ભુજનું હ્રદય સમાન હમીસર તળાવ ઓગની ગયેલ છે. જેથી શહેરી જનોમાં હર્ષોલ્લાશનો માહોલ છવાઈ ગયેલ છે. પરંપરા અનુસાર નગરપતિ આજે બપોરે 12.39 વાગ્યેના શુભ મુહૂર્તે  ભુજ નગરપાલિકાની હંગામી કચેરીએથી શોભાયાત્રા રૂપે પાવડી પાસે વધાવવા જશે.