અંજારમાં થયેલ હુમલામાં અમુક યુવાનોને આરોપી બનાવી ખોટી FIR બનાવવામાં આવેલ જે બાબતે નિર્દોષ યુવાનોનું નામ કાઢવા પૂર્વ કચ્છ એસ.પી કચેરીએ આવેદનપત્ર અપાયું
copy image
અંજાર ખાતે આવેલ પાનના ગલ્લા પર એકમેકને અથડાઈ જવાની નજીવી ઘટનામાં અંજારના 6 સખશોએ ફાયરિંગ કરી, યુવાનો પર ધોકા સાથે ધિંગાણું કર્યાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસ દ્વારા મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ સાથે પિસ્તોલ કબ્જે કરવામાં આવેલ હતી. અંજારની ઓક્ટ્રોય ચોકી પાસે ફાયરિંગ અને હુમલાનો બનાવ બન્યો હતો. બનાવમાં મહેશ્વરી સમાજના અમુક નિર્દોષ યુવાનોને ઝઘડામાં આરોપી દર્શાવી ખોટી રીતે FIR કરેલ હતી તે બાબતે FIRમાંથી નામ કાઢવા બાબતે પૂર્વ કચ્છ એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંજાર ખાતે થયેલા ઝઘડામાં મહેશ્વરી સમાજના નિર્દોષ યુવાનોને આરોપી બનાવી FIR દર્જ કરવામાં આવેલ છે. જે ખરેખર કાયદા અને ન્યાયતંત્રની વિરૂદ્ધમાં છે. જે યુવાનો ઘટનાસ્થળે તે સમયે હાજર જ ન હતા, તે મહેશ્વરી સમાજના આ યુવાનોને આરોપીઓ તરીકે દર્શાવવામાં આવેલા છે. તેથી ન્યાયતંત્રને આદર પુર્વક વિનંતી છે કે, નિર્દોષ યુવાનોને આ કેસમાં ખોટી રીતે આરોપીઓ તરીકે દર્શાવવામાં આવેલ છે. તેથી સમગ્ર કેસની ફરીથી યોગ્ય અને તટસ્થ તપાસ કરી જે કોઈ પણ ગુનેગાર હોય તેઓને સામે લાવી આરોપી શાબીત કરવામાં આવે. આ માટે સમગ્ર મહેશ્વરીની લાગણી અને માંગણી છે કે આ સમગ્ર ઘટનાની સી.સી.ટી.વી. આધારો મેળવી નિર્દોષોને ન્યાય આપવા માન પૂર્વક અરજ છે.
ઉપરોક્ત તમામ બાબતે ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષ પ્રમુખ અશોક ગેલા, અંજાર મહેશ્વરી સમાજ, અંજાર તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ નારાણ ધુવા, બહુજન આર્મી સંસ્થાપક લખન ધુવા, બહુજન આર્મી કચ્છ જિલ્લા પ્રમુખ મંગલ ડુંગડિયા, (RDAM) રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અંજાર તાલુકા પ્રમુખ રમેશ થારૂ, મતિયા નગર યુવા ગ્રુપ અંજાર પ્રમુખ નવિન પાતારીયા તેમજ સામાજિક આગેવાન મોહન ધુવા, ધીરજ ધુવા, મંગલ ફફલ દ્વારા પૂર્વ કચ્છ એસ.પી કચેરીએ આવેદનપત્ર અપાયું હતું.