અબડાસાના ખેડૂતો દ્વારા કચ્છમાં પ્રથમવાર એરંડાનું બિયારણ બનાવવામાં આવ્યું
copy image
કચ્છ ખાતે પ્રથમ વખત અબડાસા તાલુકાના કનકપર ગામના 100 જેટલા ખેડૂતો દ્વારા સહકારી મંડળીના સહયોગથી એરંડાનું બિયારણ બનાવવામાં આવેલ હતું. કનકપર સેવા સહકારી મંડળી અને ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના માર્ગદર્શન તળે ખેડૂતો દ્વારા બિયારણ તૈયાર કરવામાં આવ્યા હતા તેમજ મંડળી દ્વારા 2 કિગ્રાની થેલી બનાવીને ખેડૂતોને વ્યાજબી ભાવે વેચાણ કરાયું હતું. કિસાનોએ અલગ અલગ પ્રયોગો તેમજ સંશોધન કાર્ય કરેલા હતા. અબડાસાનું કનકપર 100 ટકા ટપક પધ્ધતિથી ખેતી કરતુ ગામ છે. તરબુચ, સક્કર ટેટી સહિતની ખેતી કરી અને હવે એરડાનું બીજ ઉત્પાદન કરી સફળતા મેળવી છે. એક લાઇનમાં વીપી એક નરની, ત્રણ લાઇન માદાની, જેઆઇ 35 નર તેવી રીતે બીજનું વાવેતર કરવામાં આવ્યુ અને માદાના ફુલનું નર સાથે ક્રોસિંગ કરી ગુજરાત હાઇબ્રીડ બીજ- 2 નંબરની જાત તૈયાર થાય છે. કનકપરના ખેડૂત અશોક ધોળુ દ્વારા જાણવા મળેલ કે એરડાનું વાવેતર જુલાઇ-ઓગસ્ટ મહિનામાં કરવામાં આવે છે કચ્છમાં પ્રથમ વખત હાઇબ્રીડ બિયારણ તૈયાર કરવામાં આવેળ છે આ બિયારણ દ્વારા ખેડૂતોને ફાયદો થશે. હજુ પણ નવા નવા સંશોધન કાર્ય થસે. તેવું જાણવા મળેલ હતું.