ભુજ ખાતેથી 45 હજારનો શરાબ અને બીયર ઝડપાયો

copy image

ગત શનિવારના દિવસે એલસીબી દ્વારતા માંડવીમાં દારૂ સાથે એક શખ્સની પૂછપરછ બાદ માલ આપનાર ભુજના બુટલેગરને કસ્ટડીમાં લેવાયો હતો. જેની ગત દિવસે સોમવારે હરિયાણાથી ટ્રાન્સપોર્ટમાં ફેવિકોલના નામ ઉપર આવેલ ખેપમાં કુલ રૂપિયા 45 હજારના દારૂ તેમજ બીયરના જથ્થાને એલસીબીએ પકડી પાડ્યો છે. એલસીબીની ટીમ દ્વારા માંડવી માથી 35 હજારના દારૂ સહિત એક ઈશમને પકડી લીધા બાદ માલ આપનારની પૂછપરછ કરતા ભુજના સોનુગીરી બેદપાલગીરી પાસેથી લીધો હોવાનું માલૂમ થયું છે.  

       મળેલ માહિતી મુજબ પોલીસે સોનુને ઝડપી લીધો હતો. તે સમય દરમિયાન ગત દિવસે  હરિયાણાથી ફેવીકોલના નામે સોનુની આઠમી ખેપ ટ્રાન્સપોર્ટમાં ભુજ ખાતે આવેલ હતી. માર્કેટ યાર્ડ ખાતે આવેલ લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ કંપનીમાં પ્લાસ્ટીકની ટાંકી દ્વારા આવેલ સંસ્કૃતિ-ભુજના નામે રૂપિયા 37,530 ની કિમતનો 60 બોટલ દારૂ અને રૂપિયા 8,400 ની કિમતનો 84 નંગ બીયરના ટીનનો જથ્થો એલસીબી દ્વારા  કબ્જે કરાયો હતો. મળેલ માહિતી અનુસાર આરોપી સોનું વિરુદ્ધ અગાઉ ભુજ શહેર બી ડીવીઝન, એ ડીવીઝન પોલીસ મથક અને માંડવી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુના દર્જ થયેલ છે.