નખત્રાણા ખાતે દારૂની 24 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડતી એલસીબી ટીમ

copy image

એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે નાના નખત્રાણા ખાતે રહેતા ધવલ ઉર્ફે ધલો વંકા રબારી રિક્ષા મારફતે રૂપિયા 8,400 ની કિમતના 24 બોટલ દારૂ લઈ જઈ રહ્યો છે બાતમીને આધારે નાના નખત્રાણામાં રહેતા ધવલ ઉર્ફે ધલો વંકા રબારીને રૂપિયા 8,400 ની કિમતના 24 બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે નખત્રાણા પોલીસ મથકે ગુનો દાખલ કરી  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.