કચ્છના ધ્રંગમાંથી એલ્યુમીનીયમ વાયરની તસ્કરી કરનાર ત્રણ શખ્શો ઝડપી પડાયા

કચ્છમાં આવેલ બિપરજોય વાવાઝોડા દરમીયાન ધ્રંગ નજીક ધરાશાયી થયેલા જેટકોના ટાવર પરથી એલ્યુમીનીયમના વાયર ચોરી કરનાર ભુજના જુમા વાંઢ અને વરનોરાના ત્રણ સખસોને એલસીબીએ મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ ભુજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ હતી કે સુરલભીટ ચાર રસ્તા પાસે ભંગારના વાડામાં અમુક ઈસમો ચોરાઉ એલ્યુમીનીયમ વાયરો વેચવા માટે આવી રહ્યા છે. મળેલ બાતમીને આધારે તપાસ કરતા મૂળ નાના વરનોરા અને હાલ સિતારા ચોક ભીડનાકા બહાર રહેતા આબાસ લાખા મોખા, નાના વરનોરાના મામદ લાખા મોખા તેમજ મહિલા આશ્રમ પાછળ જુમા વાંઢમાં રહેતા બીલાલ રમજુ ગગડાને રૂપિયા 49 હજારના એલ્યુમીનીયમ વાયર સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓને વધુ પૂછપરછ કરતા ધ્રંગ નજીક જેટકોના ટાવર પરથી વાયરની  તસ્કરી કર્યા હોવાની કબુલાત આપી હતી. એલસીબીએ49 હજારના એલ્યુમીનીયમ વાયર સહીત રૂપિયા 3 લાખની કિમતના મહિન્દ્રા પીકઅપ જીજે 12 એઝેડ 8419 કબ્જે કરી માધાપર પોલીસ મથકે નોધાયેલા ચોરીનો ગુનોનો ભેદ ઉકેલ્યો છે.