પરીવારથી વિખૂટા પડેલા દેત્રોજના 15 વર્ષીય બાળકને માતા-પિતા સાથે મિલન કરાવતી માનકુવા પોલીસ
copy image
દેત્રોજથી રિસાઈને ઘરેથી નીકળી ભુજના સુખપર ખાતે પહોચી આવેલા 15 વર્ષીય બાળકને માનકુવા પોલીસે તેના પરિવારજનોને સોપી સરાહનીય કામગીરી બજાવી હતી. ગત દિવસે રવિવારે માનકુવા પોલીસ સ્ટેશને બપોરના આશરે ત્રણેક વાગ્યે સુખપર ગામના શક્તિસિંહ સમાએ ફોન કરી જણાવેલ કે સુખપર ગામે બસ સ્ટેશન પાસે એક અજાણ્યો બાળક ઉભેલ છે. ઉપરાંત બાળક ડરી અને ગભરાઈ ગયેલ હોવાથી કોઇ જવાબ આપતો નથી જેના આધારે માનકુવા પોલીસ તે સ્થળે પહોચેલ હતી. પોલીસ સ્ટાફ દ્વારા બાળકને પ્રેમ પુર્વક તથા વિશ્વાસ જીતી તેનુ નામ પુછતા બાળકે પોતાનુ નામ તિર્થ રશિકભાઇ પટેલ ઉ.વ.૧૫ રહે.અશોકનગર તા.દેત્રોજ જિ.અમદાવાદ વાળો હોવાનુ જણાવેલ હતું. મળેલ માહીતી પરથી પોલીસે બાળકના પિતાનો સંપર્ક કરી હકીકત જણાવતા તેના પિતાએ હકીકતને સમર્થન આપેલ અને તેના પિતા પણ તેમના ગુમ દિકરાની તપાસ કરતા હોઇ જેથી તેઓના પિતાજીને બોલાવી બાળકને તેના પિતાજીને સલામત રીતે સોંપવામાં આવેલ હતો.