કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી મન મૂકીને મહેર કરનારા મેઘરાજાએ વિરામ લીધો

એક અઠવાડિયાથી કચ્છમાં મન મૂકીની મહેર કરનારા મેઘરાજાએ સોમવારે વિરામ લીધો હતો તેની સાથે મહત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઉંચકાતાં ફરી અસહ્ય ઉકળાટ તેમજ ગરમીએ જોર પકડ્યું હતું. આજે મંગળવારે કેટલાક સ્થળે ભારે અને બાદમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે. વરસાદી માહોલ વિખેરાતાં ગરમી વધી હતી અને કંડલા એરપોર્ટ 34.9 ડિગ્રી સાથે રાજ્યભરમાં સૌથી ગરમ મથક બન્યું હતું તો બીજા સ્થાને ભુજમાં પારો 4 ડિગ્રી જેટલો ઉંચે ચડીને 34.2 ડિગ્રીએ પહોચેલ હતો. નલિયામાં 33.2 જ્યારે કંડલા બંદરે 30.9 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે સરેરાશ 85 અને સાંજે 70 ટકા જેટલું રહ્યું હતું.