અંજાર ખાતે આવેલ વરસાણા ચોકડી પાસે ટ્રકની હડફેટે મહિલાનું  મોત નીપજયું

copy image

અંજારના વરસાણા ચોકડી પાસે ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર અજાણ્યા ટ્રકે હડફેટમાં લેતાં રીનાબેન રાજુ યાદવ નામક સ્ત્રીનું મોત નીપજયું હતું.

                      મળેલ માહિતી મુજબ ગાંધીધામના કાર્ગો વિસ્તારનાં રહેતા રીનાબેન યાદવ અને તેમનો પુત્ર સમીર યાદવ કામ અર્થે ભચાઉ ગયેલ હતા કામ પતાવી કસ્ટમ સર્કલ પાસે ઉભા હતા ત્યાથી માતા-પુત્ર વરસાણા ચોકડી નજીક ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પાસે આવેલ હતા. રીના બહેનનો પુત્ર સમીર વોશરૂમ ગયો હતો તે સમય દરમીયાન  ટ્રકચાલકે પોતાનું વાહન હંકારતાં મહિલાને ઠાઠાનો હુક લાગતાં તે નીચે પડી ગયેલ હતા અને બાદમાં તેમના ઉપર ટ્રકના પૈડાં ફરી વળતાં આ મહિલાને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓ પહોચતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા.

              વાહનચાલક સામે સંજય દેવીપૂજક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ હતી. ફરિયાદ નોંધાતા પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.