ભુજ ખાતે આવેલ લાલન કોલેજમાં રોજગારલક્ષી વિવિધ પાંચ કોર્ષ શરૂ કરાયા

યુજીસી તેમજ કચ્છ યુનિવર્સિટી માન્ય રોજગારલક્ષી કોર્સિસ લાલન કોલેજમાં શરૂ કરાયા છે,  જે અંતર્ગત સર્ટિફિકેટ ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ,ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ,ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફટી,એડવાન્સ ડિપ્લોમાં ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા કોર્ષ શરૂ કર્યા છે જ્યારે એડવાન્સ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફટીને મંજૂરીની આશા છે. આ કોર્સ ચાલુ અભ્યાસની સાથે પણ કરી શકાય છે. તેમાં પ્રવેશ મેળવવા ધોરણ 12 પાસ અથવા જીટીયુમાંથી ડિપ્લોમા કરેલ હોવું આવશ્યક છે.

       આ કોર્ષ શીખવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. આ કોર્સિસ માટે 30 સીટ નક્કી કરવામાં આવેલ છે. અભ્યાસનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી છે. અભ્યાસ સાહિત્ય કેન્દ્ર તરફથી ફ્રી છે. અભ્યાસનો સમય સાંજે 4 થી 6નો રાખવામા આવેલ છે.તમામ અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષ પાસ કર્યેથી સર્ટિફિકેટ કોર્સ, બીજું વર્ષ પાસ કર્યેથી ડિપ્લોમાની ડિગ્રી, ત્રીજું વર્ષ પાસ કર્યેથી એડવાન્સ ડિપ્લોમાની ડિગ્રી મળે છે. પ્રવેશનો સમય સવારે 9:30 થી 1:00 છે. વધુ માહિતી માટે ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડો. જે એમ પટેલનો સંપર્ક કરવો.