ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો પોતાના કબ્જામાં રાખી બહારથી મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ રાણા, સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, નવિનકુમાર જોષી તથા શક્તિસિંહ ગઢવીનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ રાણા તથા શક્તિસિંહ ગઢવીનાઓને સયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, દિનેશ ભીમજી પટેલ રહે. રામપર (વેકરા) તા. માંડવી વાળાએ પોતાના કબ્જા ભોગવાટાની વાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખેલ છે અને હાલે તે સગેવગે કરવાની ફીરાકમાં છે. જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત મુજબની જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ- અલગ બ્રાન્ડની બોટલો નંગ-૯૩ કી.ગ્ન. ૪૧,૮૩૫/- નો મુદ્દામાલ પકડી પાડી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.