માંડવી તાલુકામાં આવેલ નાની મઉંના વાડી-ખેતરમાંથી 45 હજારના વાયરની તસ્કરી આચરાઈ

copy image

માંડવી ખાતે આવેલ નાની મઉંના સીમના  બે ખેતરમાંથી બોરનો કેબલ વાયર જેની કિં. રૂા. 45,360ની ચોરી થયાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાવાઇ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદીની મઉંની સીમમાં આવેલા ખેતરમાંથી ગત તા. 2-7ના રાતથી બીજા દિવસની સવાર દરમ્યાન કોઇ  ઇસમે બોરનો કેબલ વાયર 182 મીટર જેની કિં.રૂા. 32,760 તેમજ બાજુની વાડીના માલિક દેવજી રવજી ચૌધરીની વાડીમાંથી આશરે 70 મીટર કેબલ વાયર જેની કિં.રૂા. 12,600 એમ કુલે રૂા. 45,360ની કિંમતના કેબલ વાયરની ચોરી થયાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાવી છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.